મોરબી : વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિતે મોરબીના શાંતિ ફિઝિયોથેરાપી કિલનીક અને ડૉ.ભાવેશ થોરિયા દ્વારા તા.8 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી 12 વાગ્યા દરમ્યાન શાંતિ ફીઝીયોથેરાપી કલીનીક,16,સાવસર પ્લોટ, કે. કે. સ્ટીલ વાળી શેરી,રામ ચોક, મોરબી ખાતે એક વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં બ્રેસ્ટ(સ્તન) કેન્સરની સારવાર લીધા પછી થી હાથમાં સોજો આવી શકે છે.જવો કે હાથમાં નબળાઇ લાગવી કે હાથ જકડાઈ જવાની તકલીફ થતી હોય તેવા દર્દીઓ તેમજ તમાકુ - ગુટખાના સેવનથી તથા મોઢાંના કે જીભ ના કેન્સરની સારવાર લીધા પછી મોઢું ખોલવામાં કે ડોક જકડાઇ જવાની તકલીફ હોય ઉપરાંત ખોરાક ચાવતી વખતે કટક કટક અવાજ આવતો હોય, જડબાનો દુખાવો થતો હોય તેવા દર્દીઓ માટે જ ખાસ આ કેમ્પનું આયોજન કરાયું છે.આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓને અગાઉથી કેશ લખાવી દેવા માટે 02822-222240 અને 9825313897 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.