બનાવ સમયે નીચે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી; જર્જરિત ભાગ દૂર કરવા માંગમોરબી અપડેટ : મોરબીના સતત ધમધમતા અને મુખ્ય ગણાતા પરાબજાર મેઇન રોડ પર આજે એક અકસ્માત થતાં થતાં રહી ગયો હતો. પરાબજારમાં આવેલ અશોક મેડિકલની ઉપરની જૂની ઇમારતમાંથી લાકડાનો મલબો અચાનક નીચે રોડ પર ધસી પડ્યો હતો.સાંજના આશરે 6:30 વાગ્યાના સુમારે બનેલી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ઇમારતનું જૂનું લાકડું સડી ગયું હોવાના કારણે અચાનક તૂટીને નીચે ખાબક્યું હતું. પરાબજાર રોડ શહેરનો મુખ્ય અને અત્યંત વ્યસ્ત વિસ્તાર ગણાય છે. પરંતુ આ ઘટના બની ત્યારે સદનસીબે નીચે કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી મોટી હોનારત અને જાનહાની ટળી હતી.બનાવ અંગે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, તેઓ દુકાનમાં હતા ત્યારે જ અચાનક ધડાકા સાથે લાકડાનો મલબો નીચે પડ્યો હતો. આ ઘટના પહેલીવાર બની છે, પરંતુ ઇમારતનો બાકીનો ભાગ પણ હાલ ભયજનક અને પડી જાય તેવી સ્થિતિમાં છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરી આ જર્જરિત ભાગને વહેલી તકે દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન સર્જાય.#Morbi #MorbiNews #MorbiUpdate #ParaBazar #MorbiCity #BreakingNews