મોરબી : મોરબીના રામકૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં એડવોકેટને એક શખ્સે લાકડાના ધોકા વડે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રામકૃષ્ણનગર સોસાયટીમા રહેતા એડવોકેટ હસમુખભાઈ વાલજીભાઈ ખખ્ખર ઉ.વ.58એ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે સોસાયટીના ગરબી ચોકમાં મિલનભાઈ શંકરભાઇ ચાઉ નામના શખ્સની પાછળ કુતરાઓ દોડ્યા હોવાથી તે વાતનું સારું નહિ લાગતા તેઓએ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ ફરિયાદના બી ડિવિઝન પોલીસે હુમલો કરનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.