થોડા સમય પહેલા મુક્તિધામમાં છાણાં ન હોવાનો વર્તમાન પત્રો એ એહવાલ પ્રકાશિત કર્યો હતો : આજે મીડિયા કર્મી પર રોફ જમાવતો કટકીબાજ કોન્ટ્રાક્ટર હળવદ : હળવદ શહેરમાં આવેલ મુક્તિધામ ખાતે પાછલા ઘણા સમયથી છાણાનો સ્ટોક અવારનવાર ખાલી થઈ જતો હોવાથી ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ અંગે મીડિયા કર્મીઓ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાવતા છાણા લાકડાનો કોન્ટ્રાક્ટર રાખતો શખ્સ લાજવાને બદલે ગાજયો હતો અને મીડિયાકર્મીઓ પર રોફ જમાવતો જોવા મળ્યો હતો અને મોટી મોટી ડફાસુ મારતો કોન્ટ્રાક્ટર બળદેવ દલવાડીએ કહ્યું કે, છાપવૂ હોય તે છાપી નાખજો મને કોઇ ફેર પડતો નથી, ખરેખર આવા કટકીબાજનું સાચું માનીએ તો એને કોઇ ફરક પડતો નથી કારણકે આવા કટકીબાજ કોન્ટ્રાક્ટરને માથે રાજકીય આકાઓનો હાથ હોય તો એનું ખરેખર કોઈ શું ઉખેડી શકે તેવી લોક ચર્ચા વચ્ચે કોન્ટ્રાક્ટર પ્રશ્નોના વમળમાં મુકાયો છે. ખરેખર આ બાબતે પાલીકાના સતાધીશો અને પાલીકા તંત્ર દ્વારા લાકડા-છાણાના કોન્ટ્રાક્ટ પર યોગ્ય તપાસ કરાય તો આ કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ઉતરી જાય તો નવાઈ નહી..? પાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવી શહેરીજનોના માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દરેક પત્રકારને સાચી હકીકત, રજૂઆત કે પ્રશ્નોને વાચા આપવાની નૈતિક ફરજ હોય છે તેવામાં મોતનો મલાજો જાળવવામાં પાલીકા નિષ્ફળ ગયું તેવો અહેવાલ પ્રકાશિત થતાં આ કોન્ટ્રાક્ટરને રેલો આવ્યો કે શું ? તેવા સવાલો લોક ચર્ચા બન્યા છે, ઉપરાંત લાકડા-છાણાના કોન્ટ્રાક્ટરને ખરેખર રેલો આવ્યો જ હોઇ શકે, કારણ કે આ કટકીબાજને દુ:ખે છે પેટ અને કુટે માથું છે. આધાર ભુત સુત્રો માથી મળતી માહિતી મુજબ પાલીકા તંત્ર દર મહિને આ કોન્ટ્રાક્ટ ને છાણા લાકડાનુ અંદાજે રૂ ૪૦ હજારનુ બીલ ચુકવે છે છતાં પણ આ મહાસય કોન્ટ્રાક્ટ મુક્તિધામ ખાતે છાણાનો સ્ટોક રાખી સક્તા નથી બોલો... છાણા લાકડાનો સ્ટોક રાખવા કોન્ટ્રાક્ટ ને સુચના અપાઈ છે : ચીફ ઓફીસર હળવદ શહેરમા આવેલ મુક્તિધામ ખાતે છાણાનો સ્ટોક ખલ્લાસ થઈ ગયો હોવાની રજૂઆત થોડા દિવસ પહેલા મારી પાસે આવતા કોન્ટ્રાક્ટ ને હાજર સ્ટોક રાખવા સુચના અપાઈ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en