મોરબી : મોરબીની અમુક મોટી હોસ્પિટલમાં નાની મોટી ચોરી થવાની ઘટના બની રહી છે. જેના કારણે અમુક હોસ્પીટલમાં ચોરથી સર્તક કરવા પોસ્ટર લગાવવામાં આવેલ છે 'બુટ-ચંપલ ચોર સાવધાન' તમે કેમેરાની નજરમાં છો. છતાં વારંવાર બુટ-તથા ચંપલ ચોરાવવાની ઘટના બની રહી છે. જેમાં મોરબીના સાવસર પ્લોટમાં આવેલ આયુષ સાર્વજનીક હોસ્પીટલમાં 2-3 દિવસથી બુટ ચમ્પલ જેવી નાની મોટી વસ્તુઓની ચોરીની ઘટનાઓ વધી છે. થોડા દિવસ પહેલા નાના બાળકની નવી સાઇકલ પણ ચોરી થઇ ગઇ હતી. જોકે હાલમાં સીસીટીવી ફુટેજ પણ બંધ હોવાના કારણે આવી ચોરીની ઘટનામાં વધારો થયો છે. જેમાં આજ એક યુવાનના બુટ ચોરી થવાની ઘટના બની હતી. આમ હવે મોરબીમાં બુટ ચમ્પલની ચોરીની ઘટનાઓ પણ વધી છે.