પ્રતિભાશાળી વિધાર્થીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા મોરબી : મોરબીના નવયુગ સંકુલમાં વન્ડર સ્ટાર એનયુલ ફંક્શન યોજાયું હતું. જેમાં પ્રતિભાશાળી વિધાર્થીઓને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે તા.24ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ 11- 12 કોમર્સના વિદ્યાર્થીઓનું વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં રાષ્ટ્રભક્તિ, ડ્રામા અને ગીત રજૂ કરવામાં આવેલ હતા. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી.