મોરબી: મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં તા. ૨૩ મે થી ૨૫ મે સુધી મહિલા સન્માન બચત પત્રના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થળ ઉપર જ ફોર્મ ભરી દેવાશે. આ કેમ્પનો લાભ લેવા પોસ્ટ દ્વારા જાહેર અપીલ કરાઈ છે. ભારત સરકારના અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત વર્ષે મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સશક્ત કરતી આકર્ષક વ્યાજદરની યોજના મહિલા સન્માન બચત પત્રના કેમ્પનું તા. ૨૩ મે થી ૨૫ મે સુધી મોરબી મુખ્ય પોસ્ટઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ બચત પત્રના ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવશે. આ યોજના હેઠળ ૭.૫%ના દરે ઉચ્ચતમ વ્યાજની ચુકવણી કરવામાં આવશે. આ યોજના હેઠળ વધુમાં વધુ Rs. 2.00.000/-નું રોકાણ કરી શકાશે. Rs. 1000/-ગુણાંકમાં વધુમાં વધુ એક મહિલા Rs. 2,00,000/-રોકાણ કરી શકશે. આ ખાતું ખોલાવવા માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ નજીકની બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે. ખાતું ખોલાવવા માટે પાસપોર્ટ સાઈઝના બે ફોટા, આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ, નકલ સાથે રાખવી તેમ મોરબી એમડીજીના પોસ્ટમાસ્તર પરાગ વસંત અને પીઆરએન(પી) જે. આર. રાવલે જણાવ્યું છે.