મોરબી : ગુજરાત રાજય મહિલા આયોગ, ગાંધીનગર ધ્વારા સંચાલિત મોરબી નારી અદાલતમાં પતિ બોલાવતો નથી, દહેજ, વહેમ અને શંકા, શારિરિક અને માનસિક ત્રાસ, જેવા અનેક પ્રકારની સમસ્યાથી પિડિત મહિલા માટે મોરબી ખાતે રૂમ નં- ૧૨૮-૧૩0, સેવા સદન, લાલ બાગ, પ્રથમ માળ, મોરબી ખાતે સમય ૧૦-૩૦ થી ૦૬-૧૦ સુધી પોતાના પ્રશ્નોનુ વિનામુલ્યે નિરાકરણ માટે સંપર્ક કરવા જિલ્લા નારી અદાલતના કો-ઓર્ડિનેટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.