મોરબી : મોરબી શહેરમાં વીસીપરા વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં મહિલાઓ સ્વનિર્ભર બને અને મહિલાઓ રોજગારમાં આગળ વધે તે હેતુથી ડો. હેડગેવાર સમિતિ-રાજકોટની મોરબી જીલ્લામાં ચાલતા વિવિધ સેવા પ્રકલ્પો દ્વારા સીવણની તાલીમ આપવામાં આવી હતી.આ તકે, સીવણની તાલીમ પૂર્ણ કરેલ 22 બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા, ડો. જયદીપભાઈ કંઝારીયા, પારસભાઈ વોરા, લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રણજીવનભાઈ વિડજા, જેઠાભાઈ કવૈયા, વિનુભાઇ શુક્લ તેમજ સંચાલક આરતીબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી સીવણ કેન્દ્ર નિયમિત રીતે ચલાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન 3 તાલીમી બેન્ચ દ્વારા બહેનોને સીવણ કામ શીખવવામાં આવે છે. જેથી બહેનો સ્વનિર્ભર બની શકે.