ટંકારા : જિલ્લામાં આજે ચાલી રહેલા મતદાનમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટંકારા તાલુકાના નેકનામ ગામે લોકશાહીના આ મહાપર્વમાં મહિલાઓએ અનોખી જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નેકનામ ગામની મહિલાઓ વહેલી સવારથી જ ઘરના કામકાજ પડતા મૂકીને ઉત્સાહભેર મતદાન કરવા માટે ઉમટી પડી છે. મતદાન મથક પર મહિલાઓની ખૂબ લાંબી કતારો લાગી છે. ગ્રામીણ સ્તરે પણ મહિલાઓ હવે પોતાના લોકશાહી અધિકારો પ્રત્યે ખૂબ જ જાગૃત બની છે અને સક્રિયપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે.#Morbi #Tankara #Neknam #Voting #WomenVoters #VoterAwareness #Election #Democracy #MorbiUpdate #GujaratElections