માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી દ્વારા યોજાશે કાર્યક્રમ મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ-મોરબી દ્વારા આગામી તારીખ 22 અને 23 એપ્રિલના રોજ મોરબી ખાતે નારી પ્રશિક્ષણ સત્ર નું આયોજન કરવામાં આવ્યું છે. નારી શ્રેષ્ઠ શા માટે? નારી શક્તિ શું કરી શકે? નારીનું આ સમાજ અને રાષ્ટ્ર માટે શું યોગદાન છે ? તે વિષય ઉપર આંતરરાષ્ટ્રીય વેદ વિદુષી- હરિયાણાના અંજલિબેન આર્ય સચોટ માર્ગદર્શન આપશે. મોરબીના રવાપર રોડ પર સાધના કોમ્પ્લેક્સમાં આવેલા આર્ટ ઓફ લિવિંગ સેન્ટર હોલ ખાતે સાંજે 4 થી 6 દરમિયાન આ નારી પ્રશિક્ષણ સત્ર યોજાશે. જેમાં 22 એપ્રિલના રોજ મહિલા સંમેલન અને 23 એપ્રિલે યુવા મહિલા સંમેલન યોજાશે. તો આ નારી પ્રશિક્ષણ સત્રમાં મહિલાઓને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે ધરતીબેન બરાસરા મો. નં. 9825941704 પર સંપર્ક કરવા જણાવ્યું છે.