વાંકાનેર : આજે તા.18-4-2025ના રોજ આઇ.જી.પી. અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં એલ.કે.સંધવી કન્યા વિદ્યાલય ખાતે સાંજે 4 કલાકે મહિલા સુરક્ષા સ્વ-રક્ષણ કરાટે તાલીમ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન વાંકાનેર ડિવિઝન મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે. આ સાથો સાથ ટ્રાફિક, સાઇબર ક્રાઇમ, નવા 3 કાયદા બાબતે અવેરનેસ તથાં હથિયાર પ્રદર્શન અને તાલીમ પામેલ વિદ્યાર્થિનીઓ દ્વારા કરાટે સ્વ -રક્ષણનો ડેમો આપવામાં આવશે. આ કાર્યક્રમ પૂર્ણ થયે સ્થળપર હળવા નાસ્તાનુ આયોજન કરાયું છે