મોરબી : મોરબીની ન્યૂ આદર્શ સોસાયટીમાં યોગ ટ્રેનર કાજલબેન આદ્રોજા સંચાલિત યોગ ક્લાસમાં આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ યોગ ક્લાસમાં આજે 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભારતીબેન રંગપરીયા, યોગ ક્લાસના ટ્રેનર કાજલબેન આદ્રોજા, રૂપલબેન અને અન્ય સભ્યોએ હાજરી આપી હતી અને સૌએ એકબીજાને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી ઉજવણી કરી હતી.