મોરબી : આજે 8 માર્ચને વિશ્વ મહિલા દિવસ નિમીત્તે મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ ફાઉન્ડેશન દ્વારા શહેરને સ્વચ્છ તથા સુંદર રાખવા માટેનું મહત્ત્વનું યોગદાન આપતા મહિલા સફાઈ કામદારોનું વિવિધ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સફાઈ કામદાર મહિલાઓનું યુવાશક્તિ ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવા બદલ દરેક મહિલા સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.