મોરબી : મોરબી મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનીટી ડેવલોપમેન્ટ (UCD) વિભાગ દ્વારા ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે વિવિધ યોજનાઓ અને આરોગ્ય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ડે એન.યુ.એલ.એમ. (DAY-NULM) યોજના અંતર્ગત સામાજિક અને સંસ્થાકીય વિકાસ ઘટક હેઠળ રચાયેલા સખી મંડળની બહેનોને વાસ્તવિક અર્થમાં સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે ૭૦ જેટલી મહિલાઓને રોજગારી, વ્યવસાય કરતી મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ, બચત કાર્ડ, આરોગ્ય અંગે જાગૃતતા, મહિલાઓના અધિકારો અને ઘરે બેઠા કામગીરી દ્વારા આવક ઊભી કરવા માટેના ડેમો સહિતના મહત્વના મુદ્દાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.સાથોસાથ મહિલાઓને પગભર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે લાઈવ ડેમો અને હેલ્થ સેમિનારનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત, ડે. એન.યુ.એલ.એમ. યોજનાના 'ઘરવિહોણા લોકોને આશ્રય સ્થાન' ઘટક અંતર્ગત મનપાના મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણી મહિલાઓ માટે પણ વિશ્વ મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને સૂચનો હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #WomensDay #MorbiMunicipalCorporation #WomenEmpowerment #GujaratNews #MorbiNews