મોરબી : મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા તા.10-8-2024 થી તા. 18-8-2024 સુધી એલ. ઇ. કોલેજ ગ્રાઉન્ડ મોરબી ખાતે મહિલા કારીગરો દ્વારા વિવિધ ચીજ-વસ્તુઓનું વેચાણ અંગેના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અનુસંધાને આવતી કાલે તા.10-8-2024 રોજ સાંજે 4 કલાકે મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના હસ્તે તથા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાનું ઉદઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. મહિલા કારીગરોના ઉત્સાહ વધારવા માટે મોરબી જિલ્લાના લોકોને આ મેળાનો લાભ લેવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરાયો છે.