મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલી ક્રિષ્ના વિદ્યાલયમાં મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓની માતાઓએ ભાગ લીધો હતો. તેમજ હરી ગુણની બહેનો દ્વારા યોગકૃતિ રજૂ કરી હતી. આ પ્રસંગે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બાળ રોગ નિષ્ણાત ડો. ચિરાગ જેતપરિયા, તેમના પત્ની અને ચામડીના રોગના સ્પેશિયાલિસ્ટ વૈશાલી જેતપરિયા, જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબીના પ્રો. ડો.શારદાબેન જાવિયા, યોગ ટીચર કાજલબેન આદ્રોજા, સમાજ સેવિકા મોરબી તાલુકા પાટીદાર મહિલા પ્રમુખ હંસાબેન રંગપરીયા, પીએચસી ડો. ભૂમિકાબેન, ક્રિષ્ના વિદ્યાલયના ટ્રસ્ટી રંજનબેન આંખજા તથા જયંતીભાઈ આંખજા હાજર રહ્યા હતા. આ દરમ્યાન દરેક મહેમાનો દ્વારા બાળકોના વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જલ્પાબેન તથા મહાદેવભાઈ રંગપરિયાએ કર્યું હતું