ગ્રામજનોએ કોરિડોર બનાવીને બહેનોને ઉમળકાભેર આવકારીમોરબી: ખેડૂતોને સમર્થન આપવા માટે હવે મહિલા શક્તિ પણ મેદાને આવી છે. મોરબીમાં મહિલાઓ દ્વારા એક વિશાળ એક્ટિવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર સ્ટેચ્યુ પાસેથી પ્રસ્થાન પામી હતી, જેમાં 1000થી વધુ મહિલાઓ પોતાના વાહનો સાથે સ્વયંભૂ રીતે જોડાઈ હતી.સરદાર સ્ટેચ્યુ પાસેથી નીકળેલી આ મહારેલી મહેન્દ્રનગર ચોકડી થઈને જેતપર મુકામે પહોંચી હતી. રેલી જ્યારે જેતપર પહોંચી ત્યારે ગ્રામજનોએ સામસામે ઊભા રહીને એક કોરિડોર બનાવીને તમામ બહેનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમને આવકારી હતી. જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણીમાં બેઠેલા ખેડૂતોને મળવા પહોંચેલી આ મહિલા શક્તિએ ખેડૂત આંદોલનને પોતાનું પૂરું સમર્થન જાહેર કર્યું હતું. 1000 કરતા વધુ સ્કૂટર સાથે બહેનોના આ સ્વયંભૂ જોડાણથી ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોનો જુસ્સો વધુ મજબૂત બન્યો છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #ActivaRally #WomenPower #MorbiNews #GujaratNews