લાયન્સનગર-ગોકુલનગરના પાણી પ્રશ્ને તંત્રએ સતત ઉઠા ભણાવતા મહિલાઓ વિફરી : પાણીના પોકારો કરીને નપાણીયા તંત્ર ઢંઢોળવાનો પ્રયાસ કર્યો મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર અને ગોકુલનગરમાં પાણી પ્રશ્ને પાલિકા તંત્ર સતત ઉઠા ભણાવતા આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીમાં દોડી જઈને પાણીના પોકારો કરી માટલા ફોડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગર અને ગોકુલનગરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા છે.અનેકવાર રજુઆત કરવા છતાં નિભર પાલિકા તંત્રની ઉંઘ ન ઉડતા આજે આ વિસ્તારોની મહિલાઓ રોષે ભરાઈ હતી અને આ વિસ્તારોની મહિલાઓ આજે ભારે રોષ સાથે પાલિકા કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓએ પાલિકા કચેરીમાં માટલા ફોડ્યા હતા અને પાણીના પોકારો કરીને નપાણિયા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં પાલિકા તંત્રે સમક્ષ પાણી પ્રશ્ને ભોગવવી પડતી હૈયાવરાળ ઠાલવી હતી અને મહિલાઓએ તેમના વિસ્તારના પાણી પ્રશ્નને ઉકેલાવી ઉગ્ર માંગ કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news