આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 28 જેટલી મહિલાઓનું સન્માન કરાશેમોરબી : આગામી 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા એક વિશેષ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજમાં અનોખું પ્રદાન આપનાર અને સફળતાના શિખરો સર કરનાર મહિલાઓને 'વુમન પાવર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે.28 મહિલાઓનું થશે વિશેષ સન્માનમોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મહિલા શક્તિ દ્વારા ચાલતી સંસ્થાઓ, અનોખા સેવા કાર્યો અને પોતાના આગવા યોગદાનથી વિશેષ ઓળખ ઊભી કરનાર જુદા-જુદા ક્ષેત્રની 28 જેટલી મહિલાઓને આ કાર્યક્રમમાં એવોર્ડ આપી નવાજવામાં આવશે. આ પ્રસંગે શહેરના અગ્રણી મહિલા હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમની વિગત • તારીખ: 8 માર્ચ • સમય: સવારે 10:00 વાગ્યે • સ્થળ: હોટલ અતિથિ બેન્કવેટ હોલ, સનાળા રોડ, મોરબી.સ્વ. આશાબેન પંડ્યાની યાદમાં અપાશે એવોર્ડસંસ્થાના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઇમિડીયેટ પાસ્ટ નેશનલ ચેરપર્સન સ્વર્ગસ્થ આશાબેન હિતેશભાઈ પંડ્યાની યાદમાં યોજવામાં આવ્યો છે. જેઓએ ઇન્ડિયન લાયન્સ ક્લબના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો અને ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ એમ્પાવરમેન્ટ માટેનો વિશેષ એવોર્ડ મેળવ્યો હતો.સતત કાર્યરત સભ્યોનું પણ સન્માનવર્ષ 2017 થી ક્લબની તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય રહી ઘર અને બિઝનેસની જવાબદારી સાથે સેવામાં જોડાયેલા તમામ મેમ્બરોને હાલના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તરફથી એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #InternationalWomensDay #WomanPowerAward #IndianLionessClub #WomenEmpowerment #MorbiNews #AwardCeremony