મોરબી : હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો હોય આ અધિક માસમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા આખો માસ ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. આથી મોરબીમા દરેક વિસ્તારોમાં મહિલાઓ હાલ અધિક માસમાં ભગવાન પુરુષોત્તમની આરાધનામાં તલ્લીન બની ગઈ છે. જો કે ભગવાન પૂરુષોત્તમની આરાધના કરતી તમામ વયની મહિલાઓ પ્રાચીન પરંપરા તરીકે ગોપીઓના સમુદાય તરીકે જ ઓળખાય છે. આથી દરરોજ વહેલા સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાનો થાળ સજાવી ગોપીઓ મંદિરે પહોંચી જાય છે. મંદિરે ગોપીઓનું મોટું વૃંદ ભગવાન પુરુષોત્તમને વૃક્ષ નીચે બેસાડી સ્થાપના કરી કંકુ ચાંદલા ચોખાથી પૂજા અર્ચના કરે છે અને ગોપીઓ ગોળ કુંડાળું વળીને બેસીને પ્રાચીન ભગવાન પુરુષોત્તમના ગુણ ગાન કરતા ગીતો ગાયને આરાધના કરે છે. ગોપીઓ આખો મહિના ઉપવાસ કરીને ભગવાનની ભક્તિ કરે છે. તેથી દરેક વિસ્તારમાં ગોપીઓ મંદિરે આ રીતે સવારે આરાધના કરતી જોવા મળે છે. ત્યારે મોરબીના સામાકાંઠે વિદ્યાનગર સોસાયટીમાં આવેલ હનુમાનજીના મંદિરે ગોપીઓનું મોટું સમુદાય ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરીને દરરોજ પૂજા અર્ચના કરીને પ્રાચીન ગીતો ગાઈને ભગવાની આરાધના કરે છે.