રોજગાર અને સ્વરોજગારની તકો ઊભી કરવા મહિલાઓ માટે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ટ્રેડમાં ખાસ બેચની વ્યવસ્થામોરબી અપડેટ : મોરબી જિલ્લાની મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ સાથે રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માં Computer Operator and Programming Assistant (COPA) ટ્રેડમાં મહિલાઓ માટે એક અલગ બેચની વ્યવસ્થા કરવામાં આવી છે.COPA ટ્રેડ અંતર્ગત તાલીમાર્થી બહેનોને કોમ્પ્યુટર ઓપરેટિંગ, પ્રોગ્રામિંગ તથા વિવિધ ડિજિટલ કૌશલ્યો અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવે છે. આજના સમયમાં આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં લેતા આ તાલીમ મહિલાઓ માટે ભવિષ્યમાં રોજગાર તથા સ્વરોજગારની અનેક નવી તકો ઊભી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ તાલીમની સાથે મહિલાઓ માટે એક ખુશખબર એ પણ છે કે, પાત્ર મહિલા તાલીમાર્થીઓને સરકારની 'નમો લક્ષ્મી યોજના' હેઠળ રૂપિયા 15,000 સુધીની આર્થિક સહાય પણ મળવાપાત્ર છે. જેથી કૌશલ્ય તાલીમ મેળવવાની સાથે સાથે મહિલાઓને અભ્યાસ દરમિયાન આર્થિક પ્રોત્સાહન પણ મળી રહેશે.મોરબી જિલ્લાની વધુમાં વધુ યુવતીઓ COPA જેવા કૌશલ્યલક્ષી તાલીમ અભ્યાસક્રમોમાં જોડાઈને તાલીમ મેળવે અને આત્મનિર્ભર બને તે માટે પાત્ર તાલીમાર્થીઓને પોતાની નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરી પ્રવેશ તથા યોજનાની વિગતવાર માહિતી મેળવવા ITI ના આચાર્ય દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #ITIMorbi #WomenEmpowerment #NamoLakshmiYojana #SkillIndia #COPA #MorbiUpdates #MorbiNews #GujaratNews