મોરબી : તારીખ 8 એપ્રિલના રોજ મોરબીના લીલાપરથી મહેન્દ્રનગર જવા નીકળેલી મહિલા ગુમ થઈ છે. ગુમ થવા અંગેની અરજી મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી છે.અરજી કરનાર કૌશિકભાઈ દવેના જણાવ્યા પ્રમાણે તેમના બહેન પાયલબેન જયભાઈ મહેતા તેમના ઘરે આટો મારવા આવ્યા હતા અને 8 એપ્રિલના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ લીલાપર તેમના ઘરેથી મહેન્દ્રનગર તેમના પતિ જયભાઈ મહેતાના ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ સાંજે તેમના બનેવી જયભાઈનો સંપર્ક કરતા પાયલબેન ઘરે પહોંચ્યા ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આસપાસની સોસાયટીમાં અને સગા સંબંધીને ત્યાં તપાસ કરતા પણ તેઓના બહેન મળ્યા ન હતા. તો જે કોઈને તેમના બહેન અંગે જાણકારી મળે તેમણે કૌશિકભાઈ દવે (મો.નં. 82001 90711) અથવા જયભાઈ મહેતા (મો.નં. 96879 38036) પર સંપર્ક કરવા જણાવ્યું છે.