મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મૂળ હળવદ તાલુકાના દેવળીયા ગામના વતની વર્ષાબેન દેવજીભાઈ ચાવડા નામની યુવતીએ ગત તા.23ના રોજ રાત્રીના સમયે કોઈ કારણોસર એસિડ પી લેતા સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.