હળવદ : હળવદના સરા નાકે પ્રસંગમાં આવેલા સરતાનપર ગામના ભાવનાબેન રાઠોડ એક દુકાનમાં ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણી મહિલાએ તેનું પર્સ ચોરી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પર્સમાં રૂ.3 હજાર રોકડા અને રૂ.10 હજારની કિંમતનો મોબાઈલ ફોન હતો.આ બનાવને પગલે એવુ જણાઈ રહ્યું છે કે અમુક લેભાગુ તત્વો ચોરી કરવા સક્રિય થયા છે. હાલ લગ્નગાળો ચાલી રહ્યો હોય ઉપરાંત હળવદમાં આજુબાજુના ગામોમાંથી ખરીદી કરવા પણ મોટી સંખ્યામાં બહેનો આવતા હોય, ભીડ વાળી જગ્યાએ બહેનોએ ખાસ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.