મોરબી : મોરબીના જેતપર ગામે આજે વીજ લાઇનનું કામ શરૂ થતા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આ કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અનેક ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ વિરોધ વચ્ચે એક મહિલાની તબિયત ઓચિંતી લથડી હતી. તબિયત બગડતા પ્રથમ તેઓને જેતપર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #Jetpar #FarmersProtest #MorbiPolice #MorbiNews #GujaratNews