વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસે તવાઈ ચાલુ રાખીને ગઈકાલે જિલ્લાના બે સ્થળેથી જુગાર રમતા 12 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે મોરબીના વીસીપરા વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપી જુગાર રમતા બે મહિલા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના વીસીપરામાં આવેલ રમેશ કોટન મીલની ચાલીમા રહેતી મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા પોતાના કબ્જાઆ ભોગવટાવાળા મકાનમા જુગારનો અખાડો ચલાવે છે. આ પ્રકારની બાતમી મળતા એ મહિલાના મકાનમાં પોલીસે રેઇડ કરી હતી અને પોલીસે જુગાર રમતા મુમતાજબેન ઇરફાનભાઇ સુમરા, મયુરભાઇ ગીરધરભાઇ જંજવાડીયા, મુસ્તાકભાઇ હુસેનભાઇ સુમરા, સોહીલભાઇ રસુલભાઇ સુમરા, મનીશભાઇ ચંદુભાઇ સાંતલીયા, કાસમભાઇ હુસેનભાઇ સુમરા, શબીરભાઇ સલીમભાઇ દલ, રજીયાબેન કાસમભાઇ સુમરાને રોકડા રૂપીયા ૩૩,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભીમગુડા ગામમાં આવેલ શંકર મંદીરની પાસે જાહેરમાં ગોળ કુડાળુ વળી લાઇટના અજવાળે ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા આરોપીઓ ભાવેશભાઇ વરસીંગભાઇ સરાવાડીયા, સંજયભાઇ દેવકરણભાઇ ચારલા, ડાયાલાલ ઉર્ફે શૈલેષભાઇ દેવકરણભાઇ ચારલા, પ્રવીણભાઇ ઉર્ફે પવો મંગાભાઇ વિંઝવાડીયાને રોકડ રૂપીયા ૩,૪૮૦ ના મુદામાલ સાથે પકડી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..