હળવદ : હળવદ તાલુકાના સુરવદર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર સાતના મહિલા સદસ્યએ આજે ગ્રામ પંચાયતના સદસ્ય પદેથી રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું છે.ગ્રામ પંચાયતના સદસ્ય પમીબેન દેવદાનભાઈ ખીમાણીયાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપેલ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે મારા અંગત કારણોસર તેમજ મારી ઉંમર તથા તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી સ્વેચ્છાએ ગ્રામ પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપું છું.