મૃતકના પતિએ કાર ચાલક સામે નોંધાવી ફરિયાદ મોરબી :મોરબી નજીક માળીયા-હળવદ હાઇવે રોડ પર સીલ્વર હોટલ સામે અણીયારી ચોકડી પાસે કારે હડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિએ કાર ચાલક સામે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક માળીયા-હળવદ હાઇવે રોડ પર સીલ્વર હોટલ સામે અણીયારી ચોકડી પાસે તા.૯ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં જી-જે-૧૨-બી-એફ-૩૫૫૩ નંબરની કારના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી રૂક્ષમણીબેન હકાભાઇ ઝીંઝુવાડીયા (રહે.જુના ધનાળા, તા.હળવદ) નામની મહિલાને હડફેટમા લેતા તેણીને ગંભીર ઇજા થવાથી તેણીનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ હકાભાઇ મોહનભાઇ ઝીંઝુવાડીયાએ કાર ચાલક સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.