મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ માનસધામ સોસાયટી -1માં સાર્વજનિક પ્લોટની સફાઈ માટે ગયેલા ફરિયાદી ચમનભાઈ ઉર્ફે કમલેશભાઈ છગનભાઇ મકવાણા અને અન્ય સાહેદ સાથે ઝઘડો કરી આરોપી મહિલા પૂજાબા દરબાર તેમજ એક અજાણી મહિલાએ જાતિ પ્રત્યે અપમાનિત કરી બોલાચાલી ઝઘડો કરી કુહાડી લઈને આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.