વાંકાનેર : વાંકાનેર - થાન રોડ ઉપર નર્સરી ચોકડીથી આગળ નંબર વગરની છકડો રીક્ષાના ચાલકે GJ-36-P-4714 નંબરનું બાઈક લઈને જઈ રહેલા અશોકભાઇ ચંદુભાઇ દેગામા રહે. સીલ્વર સોસા. મેલડી માતાના મંદિર પાસે જુના ઘુંટુ રોડ મોરબી, મુળ રહે. નવા દેવળીયા તા.હળવદ વાળા સાથે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા અશોકભાઈના પત્ની કુસુમબેનને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ છકડો રીક્ષાનો ચાલક છકડો લઈને નાસી જતા અકસ્માતની આ ઘટના અંગે અશોકભાઈ દેગામાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.