વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે પર લીંબાળા ધાર નજીક ગત તા.5ના રોજ શાકભાજી વેચી પરત ઘેર આવી રહેલા રૂકસાનાબેન શાહબુદિનભાઈ કડીવાર ઉ.35 રહે.લીંબાળા વાળાઓને જીજે - 36 - એએન - 5281 નંબરના મોટર સાયકલ ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દેતા રૂકસાનાબેનને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.