મોરબી : માળીયા - કચ્છ હાઇવે ઉપર કચ્છથી મોરબી તરફ જતા વડવાળા હોટલ નજીક પગપાળા જઈ રહેલા જુબેદાબેન રમઝાનભાઈ ધમાણી ઉ.60 નામના મહિલાને જીજે - 18 - ઝેડટી - 1748 નંબરની એસટી બસના ચાલકે ગત તા.10 ઓગસ્ટના રોજ હડફેટે લઇ ઇજાઓ પહોંચાડતા મહિલાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.