એચડીએફસી બેન્ક નજીક બાંધકામ સાઇટ ઉપર પડેલી વસ્તુઓની ચોરી કરતી મહિલાઓ સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના જેલરોડ તરફ જૂની એચડીએફસી બૅંક પાસે બાંધકામ સાઇટ ઉપર ચોરી કરતી મહિલા ગેંગ સક્રિય થઈ છે.જેમાં ભંગાર વિણવાને બહાને આ બાંધકામ સાઇટ ઉપર પડેલી વસ્તુઓની ચોરી કરતી મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેથી પોલીસ તંત્ર આ ચોરી અટકાવવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબીના જેલ રોડ ઉપર એ ડિવિઝન પોલીસ મથક રોડ તરફ આવેલી જૂની એચડીએફસી બૅંક પાસે આવેલ બાંધકામ સાઇટ ઉપર હમણાંથી ભંગાર વિણતી મહિલાઓ નાની મોટી વસ્તુઓની ચોરી કરતી હોવાનું ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ધ્યાને આવ્યું છે. જેમાં સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ છે કે, આ બાંધકામ સાઇટ ઉપર કામ ચાલી રહ્યું હોય ત્યારે ભંગાર વિણતી ત્રણથી ચાર મહિલાઓ ભંગારના બાચકા સાથે ત્યાં ઘૂસે છે અને આ મહિલાઓ ચારેકોર નજર કરી કોઈ દેખતું ન હોય તેવું માનીને બાંધકામ સાઇટ ઉપર પડેલી ફરમા સહિતની સાઈટની વસ્તુઓ ઉઠાવીને પોતાના ભંગારના બાચકામાં નાખી દે છે. આવી રીતે આ ત્રણથી ચાર મહિલાઓની ટોળકી બાંધકામ સાઇટ ઉપર પડેલી અનેક વસ્તુઓને ભંગાર માનીને ચોરી કરીને ફરાર થઈ જાય છે. બાંધકામ સાઇટ ઉપર કામની વસ્તુઓ ગાયબ દેખાતા બાંધકામ સાઇટના ધંધાર્થીઓ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા આ મહિલા ગેંગની ચોરીની કરતૂત ધ્યાને આવી હતી. આથી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..