મોરબી : મોરબીના કાંતિનગર ખાતે રહેતા 40 વર્ષીય મહિલા રેખાબેન દિલીપભાઈ ઉપસરીયા ગુમ થયા હોવાની અરજી તેમના પતિ દિલીપભાઈ ઉપસરીયાએ પોલીસ મથકમાં નોંધાવી છે.ગુમ થનાર મહિલાના પતિ દિલીપભાઈ ઉપસરીયાના જણાવ્યા પ્રમાણે તારીખ 15 માર્ચના રોજ સવારે 8.30 વાગ્યાની આસપાસ તેમના પત્ની રેખાબેન ઉપસરીયા સિરામિક સિટીમાં અવધ કોમ્પલેક્ષમાં આવેલી તેમની કટલેરીની દુકાને જવા નીકળ્યા હતા. પરંતુ તેઓ દુકાને પહોંચ્યા ન હતા. તેમનો ફોન પણ બંધ આવે છે. આ અંગે સગા-સંબંધીઓને જાણ કરી હતી પરંતુ તેમના પત્ની ક્યાંય મળ્યા ન હતા. જેથી પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની અરજી આપવામાં આવી છે.