મોરબી : મોરબીના ભડિયાદ ગામે મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ તકે ગામની મહિલાઓએ ઉપસ્થિત રહીને વિવિધ માર્ગદર્શન મેળવ્યું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રિય કામદાર શિક્ષા બોર્ડ દ્વારા મોરબી તાલુકાના ભડિયાદ ગામે મહિલા જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. અનુ.જાતિ મિશન મંગલમ્ બહેનોના સહયોગથી યોજાયેલ આ શિબિરમાં ભડિયદ ગામના સરપંચ મંજુલાબેન તથા મંડળ દ્વારા વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en