હળવદ : હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે કોઈ અજાણી મહિલા નર્મદા કેનાલમાં ડૂબી હોવાને લઈ શોધખોળ કરવામાં આવી રહી છે.આજે બપોરના 12:30 ની આસપાસ હળવદ હાઇવે પર આવેલ હોટલ પરિશ્રમ પાછળથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં કોઈ અજાણી મહિલા કેનાલમાં ડૂબી હોવાને લઈ હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અને હાલ ડૂબી ગયેલી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.