મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામે ગ્રામ પંચાયત ઘરની બાજુમાં રહેતા રંજનબેન ગણેશભાઇ સાગઠિયા ઉ.33 નામના મહિલાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.