મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી એક મહિલા દાઝી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 14ના રોજ વસંતાબેન દિનેશભાઇ મેરજા (ઉ.વ. 44, રહે. મહેંદ્રનગર જુનુ ગામ, પોસ્ટ ઓફીસની બાજુમા, તા.જી. મોરબી) પોતાના ઘરે કોઇ કારણસર દાઝી ગયા હતા. આથી, તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા. જેઓ સારવાર દરમ્યાન ગઈકાલે તા. 20ના રોજ મૃત્યુ પામેલ હતા. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate