મોરબી : મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા ગીતાબેન જીતેન્દ્રભાઈ વરાણીયા ઉ.42 નામના મહિલાની તબિયત અચાનક લથડતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.તબીબી તપાસમાં જૂની બીમારીને કારણે ગીતાબેનનું મૃત્યુ થયું હોવાનું સામે આવતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.