મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર્સ પાછળ આવેલ ઉમિયા મિનરલ ફેકટરીમાં કામ કરતી વેળાએ ચંદાબેન ભુરાભાઇ પાન ઉ.30 રહે.ઉમીયા મીનરલ ફેક્ટરી લેબર ક્વાર્ટર નામના મહિલા મશીનના બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.