મોરબી : મોરબીના શકત શનાળા ગામે ઘરમાં આવેલ પાણીના ટાંકામાં પાણી ભરવા માટે ગયેલી મહિલા અકસ્માતે પાણીના ટાંકામાં ડૂબી જતા તેનું મોત થયું હતું. મોરબી સીટી એ ડીવી. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી નજીકના શકત શનાળા ગામના રહેવાસી ભીમજીભાઈ મકવાણાની તેત્રીસ વર્ષીય પુત્રી ગીતાબેન ગઈકાલે તેના જ ઘરમાં આવેલા પાણીના ભોં-ટાંકામાંથી પાણી ભરવા જતા સમયે અકસ્માતે ટાંકામાં પડી જતા પાણીમાં ડૂબી ગયા હતા, જેથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની તપાસ કરી રહેલા સીટી.એ.ડીવી.ના. પો.હેડ.કોન્સ. એન.કે.ઈશરાણીએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્ન થયા ન હતા અને તે જન્મથી જ અપંગ હતા. ગઈકાલે તે ઘરે એકલા હતા તે સમયે પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુન્હો દાખલ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.