મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ચિત્રકુટ સોસાયટીમાં મંગલમુર્તી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-૨૦૧માં રહેતા ભારતીબેન જયસુખભાઇ કુકરવાડીયા ઉ.38 પોતાના ઘરે બાથરૂમમાં સળગી જતાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.