મોરબી : માળીયા મિયાણા તાલુકાના વેજલપર - ઘાટીલા રોડ ઉપર જીજે-36 - એએલ - 3988 નંબરના રેતી ભરેલા ટ્રેકટર ચાલકે ગફલતભરી રીતે ટ્રેકટર ચલાવી ફરિયાદી મુનાભાઈ વિઠ્ઠલભાઇ સુરાણી રહે.ખાખરેચી વાળાઓને ઇજા પહોંચાડી મુનાભાઈના ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેન ઉર્ફે સોનલબેનને ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.