મોરબી : મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં આવેલ ભરવાડ સમાજની વાડી પાછળ રહેતા ગોમતીબેન મેરુભાઈ માંડવિયા ઉ.41 નામના મહિલા ગત તા.15ના રોજ પોતાના ઘેર હતા ત્યારે અચાનક ઉલટી થયા બાદ બેભાન બની જતા સારવાર માટે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.19ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.