વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા જશુબેન સુરેશભાઈ કુંઢીયા ઉ.33 નામના મહિલાને છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની બીમારી હોય એ બીમારીથી કંટાળી જઈ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.