જબલપુર ગામે રહેતા મહિલાએ વહેલી સવારે ભરી લીધેલું પગલું ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા ગામે આવેલ ઓવરબ્રિજ ઉપરથી કૂદકો મારી ગઈકાલે વહેલી સવારે જબલપુર ગામના આધેડ મહિલાએ આપઘાત કરી લેતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા ઉ.52 નામના મહિલાએ ગઈકાલે વહેલી સવારે ટંકારાની લતીપર ચોકડી ખાતે આવેલા ઓબરબ્રિજ ઉપરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.મૃતક મહિલાના પુત્ર ડોકટર હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.