મોરબી : મોરબીના ભડીયાદ રોડ ઉપર હરિઓમ સોસાયટીમા રહેતા વનીતાબેન જીતેન્દ્રભાઈ વિરાણી ઉ.35 નામની પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.