મોરબી : મોરબીના રવાપર ગામે રહેતી મહિલાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્કમાં રહેતી શોભનાબેન ધીરુભાઈ કનેરીયા (ઉ.વ.54) નામની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. બાદમાં તેમનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક મહિલાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.