મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ શેરી નંબર 8મા ઝરીનાબેન સલીમભાઈ ભટ્ટી નામની મહિલા શંકાસ્પદ રીતે હાથમાં થેલો લઈને ઉભી હોય આ મહિલાની લેડી કોન્સ્ટેબલ દ્વારા તલાશી લેવામાં આવતા મહિલાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 900નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.